વિષય: વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માં વિવિધ પ્રોફેસનલ અને નોન પ્રોફેસનલ કોર્ષ માં તાત્કાલિક શિષ્યવૃતિ મંજૂર કરવા બાબત.

Share toવર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ ની વિવિધ પ્રોફેસનલ કોર્ષ (આઇટીઆઇ, ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, મેડિકલ વિધ્યા વગેરે…) તથા વિવિધ નોન પ્રોફેસનલ કોર્ષ (બી.એ, બી.કોમ, બી.બી.એ, બીસીએ, વગેરે…) ની વિધાર્થોની પોતાના અધિકારની મળવા પાત્ર શિષ્યવૃતિ ૧૫ મહિના કરતા પણ વધારે સમય ગાળાથી મળેલ નથી. આવા વિધ્યાર્થીઓની સંખ્યા લગભગ ૮૦% થી પણ વધારે છે. જેના કારણે સંસ્થાઓ દ્વારા વિધ્યાર્થીઓ પાસેથી ફી ની ઉઘરાણી/માંગણી કરતા ઘણા બધા વિધ્યાર્થીઓ એ પોતાનો અભ્યાસ પણ છોડી દીધેલ છે. જ્યારે સરકાર અનુસુચિત જન જાતિ વિકાસ અને અભ્યાસ માટે ઘણી બધી જાહેરાત કરે છે. પરંતુ છેલ્લા ૧૫ મહિનાથી વિધ્યાર્થીઓ મળવા પાત્ર શિષ્યવૃતિ થી વંચિત રહેલ છે. જો આગામી આઠ દિવસ માં વિધ્યાર્થીઓ ની શિષ્યવૃતિ નહીં મળે તો અમે આ ૫૦૦૦ વિધ્યાર્થીઓ દ્વારા અહી બિરસા મુંડા ભવન ખાતે ધરણાં કરશું. જે આપના ધ્યાન માં રહે.


Share to