.માંડવી તાલુકાના બોધાન ગામ ખાતેથી સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે પ્લાસ્ટિકના કચરાની આડમાં આઇસર ટેમ્પોમાં લઈ જવાતો વિદેશીદારૂનો જથ્થો ઝડપયો…………..૭,૮૩,૬૦૦/-ના વિદેશીદારૂના જથ્થા સાથે ૧૭.૮૪ લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો..

Share to
*.રિપોર્ટર…નિકુંજ ચૌધરી.*


આઇસર ટેમ્પોમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં વિદેશીદારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમીના આધારે સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે માંડવીના બોધાન ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવી ચડતા તેને રોકી તલાશી લેતા ટેમ્પા માંથી ૭.૮૪ લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડી આઈસર ટેમ્પોના ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકના અ.હે.કો વિક્રમભાઈ સગરામભાઈ તથા રાજેશભાઈ બળદેવભાઈ નાઓને ખાનગીરાહે બાતમી મળી હતી. કે એક આઇસર ટેમ્પો નંબર GJ – 04 – V – 4787માં પ્લાસ્ટિકના કચરાની આડમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ગલતેશ્વર મંદિર થઈ બોધાન થી મુજલાવ તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે બોધાન ગામની સીમમાં મુજલાવ તરફ જનાર રસ્તા વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો આવી ચડતા તેને રોકવા માટે પોલીસે જણાવતા ટેમ્પોનો ચાલક ટેમ્પો બિનવારસી હાલતમાં મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પોમાં તલાશી લેતા પ્લાસ્ટિકના કચરાની આડમાં સંતાડેલ વિદેશીદારૂની બોટલો નંગ – ૫,૯૪૦ જેની કિંમત રૂ ૭,૮૩,૬૦૦/- તેમજ આઈસર ટેમ્પો મળી કુલ ૧૭,૮૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આઈસર ટેમ્પોનો ચાલક તેમજ તપાસ દરમિયાન અન્ય નીકળે તે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share to