વાલીયા તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની ૫ લાખ મે.ટનથી વધુ શેરડી પિલાણ લક્ષ્યાંક સાથે પિલાણ સીઝન ૨૦૨૩-૨૪નું આજ રોજ પવિત્ર નવરાત્રીમાં શુભારંભ કરવામાં આવ્યું. જેમાં કસ્ટોડિયન કમિટી સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો, અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કસ્ટોડિયન કમિટી સભ્યશ્રી પરેશકુમાર કણકોટીયા (જી.ર), શ્રી મહેન્દ્રસિંહ મહીડા, પુષ્પેન્દ્રસિંહ સુણવા, જયદીપસિંહ પરમાર, કિરણભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, ઇ.મેનેજીંગ ડિરેકટર અમરસિંહ રણા સાથે માજી ડીરેકટરો શ્રી ધર્મેન્દ્રસિંહ મહીડા શ્રી હેતલભાઈ પટેલ શ્રી સુરેન્દ્રસિંહ પરમાર શ્રી ઈશ્વરસિંહ ખેર તથા સંઘર્ષ સમિતિ ના સભ્યો વિગેરેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે સૌપ્રથમ શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા પિલાણ સીઝન શરૂ કરી દેવામાં આવી છે તથા ખેડૂતોને ગત સીઝનના શેરડીના ફાઈનલ હપ્તાની ચૂકવણી પણ નવરાત્રી પેહલા કરી દેવામાં આવી છે. પાછલા બોર્ડના વહીવટકર્તાઓ દ્વારા ખેડૂતોને શેરડીના હપ્તા તથા કર્મચારીઓને દિવાળી બોનસ, પગાર પણ સમયસર ચૂકવવામાં આવતું ન હતું. પરંતુ કસ્ટોડિયન કમિટીની કુનેહ પૂર્વકની કામગરીના કારણે ખેડૂતોને સમયસર હપ્તાઓ પણ ચૂકવી દેવામાં આવ્યા છે તથા કર્મચારીઓને બોનસ પણ દિવાળી પહેલા આપી દેવામાં આવશે. જેથી ખેડૂતોની સાથે સાથે કર્મચારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ગત પિલાણ સીઝનમાં મજૂરોની અછત એ દરેક સુગર ફેકટરીનો વિકટ પ્રશ્ન રહ્યો હતો જેથી આ વર્ષે કસ્ટોડિયન કમિટીએ આગોતરા આયોજનો કરી તેમજ સદર બાબતે ધ્યાન કેન્દ્રિત કરી મજૂરો બને એટલા વધુ આવે એ અંગે પ્રયત્ન કર્યા હતા જેના પરિણામે ગત સીઝન કરતા ૩ ગણા મજૂરો સંસ્થા સાથે કામ કરવા જોડાયા છે ત્યારે ખેડૂતોની શેરડીની કાપણી પણ સમયસર થઈ શકશે અને પ્લાન્ટમાં શેરડીનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં પિલાણ અર્થે મળી રહેશે.
More Stories
જૂનાગઢના સાસણમાં પોલીસને શારિરીક અને માનસિક તનાવ મુકત કરવા માટે તા.૧૪,૧૫,૧૬ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી “ડિટોક્સ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું.પોલીસ કોન્સ્ટેબલથી એસ.પી. આઈ.પી.એસ. સહીત શિબિરમાં જોડાયા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી