બાલાસિનોર.તાલુકા પંચાયત ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની અમૃત કળા યાત્રા યોજાઈ

Share to
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી કરાઇ રહી છે. આ સાથે વીર શહીદોની યાદમાં ઠેર ઠેર માટીને નમન, વીરોને વંદન થીમ સાથે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ ઉજવણીના ભાગરૂપે બીજા ચરણમાં કળશ યાત્રા નું આોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાલાસિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી, મારો દેશ અભિયાન.અંતર્ગત તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. જેમાં તાલુકાના તમામ 44 ગ્રામ પંચાયતના ગામોમાંથી માટી એકત્ર કરી એક મુખ્ય કળશ તૈયાર કરાયો હતો અને તાલુકા લેવલે ભવ્ય અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. તમામ ગામોમાથી એકઠી કરાયેલ માટીને મહાનુભાવો દ્વારા મુખ્ય અમૃત કળશમાં એકથ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત ખાતે અમૃત કળશ મૂકીને વીર શહીદોને શ્રદ્ધાજલિ આપવામાં આવી હતી આ યાત્રા ગ્રામ પંચાયતોમાંથી એકત્ર કરાયેલ માટી તાલુકા સ્તર પર અને
ત્યાંથી રાજ્ય સ્તરે થઈ રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે ત્યારબાદ રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોની યાદમા અમૃત વન તૈયાર કરાશે.આ પ્રસંગે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અજમેલ.સિંહ પરમાર મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ. તાલુકા વિકાસ અધિકારીશ્રી બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ . સરપંચો સહિતના તાલુકા તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…


રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


Share to