રિપોર્ટર…નિકુંજ ચૌધરી
સાલૈયા ગામે દૂધ ડેરી નજીક આવેલ અશ્રવિન ભાઈ રામુ ભાઈ ચૌધરી અને દિલીપ ભાઈ છોટુભા ઈ ચૌધરી ના ખેતરની પાર પર દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં પાંજરા માં દિપડા ને પકડવા માટે મારણ તરીકે મરધુ મુકવામાં આવ્યું હતું. જેનો શિકાર કરવા દિપડો રાત્રે આશરે એક વાગ્યે નાં સમયે પાંજરા પાસે આવી શિકાર કરવા જતા પાંજરામાં કેદ થયો હતો.દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગ નાં સ્ટાફ ને થતાં સાલૈયા દૂધ ડેરી નજીક જ્યાં દિપડો પાંજરે પુરાયો હતો ત્યાં પહોંચી ગયા હતા. અને દિપડા ને જોવા આવતા લોકો ને દિપડા નાં ફોટા પાડવા ના પાડી હોવાની ચર્ચા લોકો માં ચાલી રહી છે.માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ ની સંખ્યા માં વધારો થયો હોય તેમ તાલુકા માં દિપડા છાશવારે નજરે પડી રહ્યા છે.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના