October 4, 2024

વાલિયા તાલુકાનાં ડણસોલી ગામના લીમડી ફળિયામાં એકલી રહેતી મહિલાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાતા આજરોજ તેણીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

Share to



વાલિયા તાલુકામાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.તાલુકામાં પિયત ખેતીને પગલે સહેલાઈથી શિકાર મળી રહેતું હોવાથી વન્ય પ્રાણી દીપડાએ શેરડીના ખેતરોમાં પોતાનો આશરો બનાવ્યો છે.ત્યારે સમયાંતરે દીપડા દ્વારા પશુ અને માણસો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા તાલુકાનાં ડણસોલી ગામના હનુમાન ફળિયા રહેતી 51 વર્ષીય સુંદરબેન ભાવલાભાઈ વસાવા લીમડી ફળિયામાં તેના ઝૂપડામાં એકલી હતી તે દરમિયાન દીપડાએ તેની ઉપર હુમલો કરી તેણીને શિકાર બનાવી ખેંચી ગયો હતો અને મહિલાને ફાડી ખાધી હતી આજરોજ ગ્રામજનોએ મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ જોતાં ગામના આગેવાનો વાલિયા વન વિભાગની કચેરી અને પોલીસ મથકે જાણ કરી હતી જેના પગલે પોલીસ અને વન વિભાગના બીટ ગાર્ડ સુરજ કુરમી સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગામની સીમમાં મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.માનવ ભક્ષી દીપડાના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ત્યારે વન વિભાગ આ માનવ ભક્ષી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરે તેવી માંગ કરી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed