December 20, 2024

જૂનાગઢમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ મોરચાનો યુવા સંવાદ કાર્યક્રમ યોજાયોકેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાયું

Share to



જૂનાગઢ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જૂનાગઢ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસ દરમિયાન અનુસૂચિત જાતિ મોરચાના યુવા સંવાદ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ સાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢના ખામધ્રોડ પર આવેલ જિલ્લા કાર્યાલય આયોજિત આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચાના જૂનાગઢ શહેર જિલ્લા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને સંગઠન શક્તિને મજબૂત બનાવવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના પદાધિકારી અને અનુસૂચિત જાતિના મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed