
જૂનાગઢના ઉપરકોટનું રૂ.૭૪ કરોડના ખર્ચે રિસ્ટોરેશન નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપરકોટનું નિરીક્ષણ હતું. જેમાં ઉપરકોટ પરની અડી કડી વાવ, નવઘણ કુવો અને નીલમ તોપ સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ તકે પ્રવાસન વિભાગના અધિકારીઓ પાસેથી ઉપરકોટ અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાયકલ ચાલકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉપરકોટ ઉપર બનેલી પોલીસ ચોકીનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા પાસેથી પોલીસ ચોકીની વિગતો મેળવી હતી.
૬૨ એકરમાં ઉપરકોટ વિસ્તારમાં પ્રવાસન લક્ષી સુવિધા સાથે પુરાતત્વીય મહત્વ પ્રમાણે ગરિમામય રીતે રીસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું છે.
ઉપરકોટમાં હવે પ્રવાસીઓને પુનઃ જીવિત કરાયેલી વાવ તેમજ અન્ય સ્મારકો કે જેની સાફ-સફાઈ ઉપરાંત રીનોવેશન કરવામાં આવેલ છે તેનું પણ મુખ્યમંત્રી શ્રી એ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી અને પ્રભારી રાઘવજીભાઇ પટેલ, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, પૂર્વમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, ડે.મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઇ શર્મા, પ્રવાસન સચિવશ્રી હરિત શુક્લા, પ્રવાસન નિગમના કમિશનરશ્રી સૌરભ પારઘી, કલેક્ટરશ્રી અનિલ રાણાવસીયા, ડી.આઇ.જી. શ્રી નીલેશ જાજડીયા, એસ.પી.શ્રી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*