


* નેત્રંગમાં વિધ્નહતૉદેવ શ્રીગણેશની પ્રતિમાનું વાજતેગાજતે વિસર્જન
તા.૨૮-૦૯-૨૦૨૩ નેત્રંગ.
નેત્રંગ તાલુકા મથકના જીનબજાર,જવાહર બજાર અને ગાંધીબજાર સહિત ગામે-ગામ ગણેશ ચતુર્થીના દિવસે શ્રીગણેશની પ્રતિમાનું સ્થાપન કરીને સતત અગિયાર દિવસ પુજા-અચઁન કરવામાં આવે છે.ત્યારબાદ આનંદચૈદસના દિવસે શ્રીગણેશની પ્રતિમાનું વાજતેગાજતે પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ વિધ્નહતૉદેવને વિદાય આપવા જોડાયા હતા.
જેમાં મુખ્યત્વે નેત્રંગમાં મુસ્લિમ સમાજના શેરખાન પઠાણ અને અન્ય આગેવાનોએ શ્રીગણેશની પ્રતિમાના વિસર્જનમાં જોડાયેલા શ્રધ્ધાળુઓ માટે ઠંડુ પાણી અને ઠંડા પીણાનું વિતરણ કરી કોમી એકતાના દશઁન કરાવ્યા હતા.કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને અન્ય પો.કમીઁ ભારે જહેમત ઉઠાવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..