પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો…
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ એલસીબીની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે રાજપીપળા તરફથી બે ઇસમો નંબર વગરની એક્ટીવા ટુ વ્હીલર ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ તવડી ગામ તરફ આવે છે . આ બાતમીના આધારે તવડી ગામના બસ સ્ટેન્ડ પાસે એલસીબી એ રોડ ઉપર વોચ ગોઠવી હતી.
ઉપરોક્ત વર્ણનવાળી નંબર વગરની એક્ટીવા આવતા તેને પકડી લઇ તેમાંથી વિમલના થેલામાં ભરેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૨૭૯ કિંમત રૂા. ૨૭,૯૦૦, એક્ટીવા નંગ ૧ કી.રૂ. ૨૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૨ કી.રૂ. ૭,૦૦૦ મળીને કુલ રૂ. ૫૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અંકીતકુમાર રાજેશભાઇ વસાવા રહે. વિરપોર ઉપલું ફળીયું તા.નાંદોદ જી.નર્મદા તથા કાયદાના સંધર્ષમાં આવેલ એક કિશોરને પકડી લીધા હતા, તથા અન્ય એક ઇસમ કરણભાઇ ઉર્ફે કરૂ રાજુભાઇ વસાવા રહે. રાજપીપળા ટેકરા ફળીયું જિ.નર્મદાનાને આ ગુના હેઠળ વોન્ટેડ જાહેર કરીને ઉમલ્લા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,