September 6, 2024

દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા ઝગડીયાનાં અનેક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાશન વિતરણ કર્યું;આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પણ ટીમ સાથે સેવામાં જોડાયા

Share to



નર્મદા ડેમ માંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. લોકોની ઘરવખરી સહિત ખેતીને મોટું નુકસાન થવા પામ્યું છે, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના ગામોમાં તેમજ નીચાણ વાળા ગામોમાં પૂરના પાણી ફરી વળતા ગામોના ગામો ડૂબી ગયા હતા જેના કારણે લોકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,

આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના અને દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમની ટીમ સાથે પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યા છે અને ઝઘડિયા તાલુકાના ઇન્દોર, ઓરપટાર, અવિધા, જુનાપરા, સીમોદ્રા સહિત અનેક ગામોના લોકોની દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમે મુલાકાત લઈ અને ખબર અંતર પૂછ્યા હતા.

પૂરગ્રસ્ત થયેલ ગામના તમામ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઘઉં,ચોખા, દાળ, ડુંગળી, બટાકા,ખાંડ, તેલ, મીઠું, મરચું, મસાલો, હળદર, સાબુ જેવી વસ્તુઓ દસ દિવસ ચાલે તેવી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Share to