DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ માં લેઊવા પટેલ સમાજના લોક સેવક સમાજરત્નનોનું બહુમાન કરાયુંસમાજઉન્મુલન, સમાજોત્કર્ષ, રાષ્ટ્ર નિર્માણ તરફ અને વિવિધ આયામો પર સમાજનો સર્વાંગી વિકાસ કેવી રીતે સાધી શકાય

Share to



જુનાગઢ સમસ્ત લેવાપટેલ સમાજ દ્વારાઆર્થિક, શૈક્ષણિક અને સામાજિક બાબતો પર ઍકસુત્રતા સાધી સર્વાંગીણ વિકાસ કેમ સિદ્ધ થઈ તે બાબતે વિચાર મંથન થયું લેઉવા પટેલ સમાજના જૂની પેઢીના આગેવાન રત્નાબાપા ઠુમરે સમાજ શ્રેષ્ઠીઓને સંગઠિત બની સમાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા કર્યું આહવાન

જૂનાગઢના દોમડીયા વાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ શ્રેષ્ટીઓ દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરને યુવા ગૌરવ જ્ઞાતિરત્નથી સન્માનિત કરાયા હતા, તે જ રીતે જિલ્લા ભા.જ.પ પ્રમુખ અને સહકારી અગ્રણી શ્રી કિરીટભાઈ પટેલનું યશસ્વી જ્ઞાતિરત્નથી બહુમાન કરવામાં આવ્યું હતું. જુનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શ્રીહરેશભાઈ પરસાણાનું લોકસેવક રત્નથી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. દેવરાજભાઈ ચીખલીયાને રાજસ્વી જ્ઞાતિરત્નથી સન્માનિત કરાયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વિઠ્ઠલભાઈ ચોવટીયાનું કૃષિ સંશોધક જ્ઞાતિરત્ન તરીકે બહુમાન કરાયું હતું. તે જ રીતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટીયાનું યુવા રાજસ્વી જ્ઞાતિરત્નથી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી શ્રી ડો. જી કે ગજેરા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, સવજીભાઈ સાવલિયા સહિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનમાં સમાજઉન્મુલન, સમાજોત્કર્ષ અને વિવિધ આયામો પર સર્વાંગી વિકાસ કેવી રીતે સાધી શકાય તે બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા,
સન્માન પ્રાપ્ત કરનાર મહાનુભાવોએ સમાજહિતમાં અને રાષ્ટ્રનિર્માણ તરફ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીએ તે બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે અગ્રણી શ્રી અનિલભાઈ પટોળીયા, શ્રી ગોપાલભાઈ રૂપાપરા, શ્રી અમુભાઈ પાનસુરીયા, શ્રી નટુભાઈ પોકિયા,શ્રી રમેશભાઈ પેથાણી, શ્રી જયંતીભાઈ વઘાસિયા, શ્રીમતી નયનાબેન વઘાસિયા, રમણીકભાઈ હિરપરા, સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશભાઈ વઘાસિયા, વિનુભાઈ અમીપરા સહિત જ્ઞાતી અગ્રણીઓ, વિવિઘ સંસ્થામાં સેવારત સેવાશ્રેષ્ઠીઑ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ, પેસ્ટીસાઈડ વેપારી એસોસિએશન તથા ભાવનાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ અગ્રણી મહીલા સમિતિ, ક્યાડાવાડી સંચાલન સમિતી દ્વારા સમાજરત્નોને શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમનાં પ્રારંભે દોમડીયા વાડીના પ્રમુખ શ્રી કરસનભાઈ ધડુકે આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠી ભાઈબહેનોને આવકાર્ય હતા. કાર્યક્રમના અંતે આભારદર્શ અગ્રણી શ્રી જેરામભાઈ ટિંબડીયાએ અને કાર્યક્ર્મ નું સંચાલન પ્રભાબેન પટેલે સાંભળ્યું હતું.


Share to

You may have missed