જુનાગઢ પોલીસ પ્રજાનો મિત્ર છે એ ફરીવાર સાર્થક થયું સારમીનબેન અનીશભાઈ વેરાવળના વતની હોય અને જુનાગઢ માં પરિવાર સાથે ખરીદી કરવા આવ્યા હતા અને મજૂરી કામ કરીને પોતાના પરસેવાના કમાણીના 15 હજાર રોકડા રૂપિયા થેલા સાથે ખોવાઈ ગયેલ જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને અરજદારને પરત કર્યું

Share to



_જૂનાગઢ માં રૂ. ૧૫,૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ફકત ૨ કલાકમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર સારમીન અનીસભાઇ વેરાવળના વતની હોય, મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને પોતાના પરીવાર સાથે ખરીદી કરવા વેરાવળથી જૂનાગઢ આવેલ હોય. સારમીનબેન રેલ્વે સ્ટેશનથી જેનેલી શોપીંગ સેન્ટર જવા માટે રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૫,૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં તેમનુ રૂ. ૧૫,૦૦૦/- રોકડ રકમ સાથેનુ પર્સ તથા અન્ય જરૂરી સામાન હોય.* સારમીનબહેને આજુબાજુ તપાસ કરતા તેમનો થેલો મળેલ નહિ, આ રકમ તેઓ મજુરી કામ કરી અને પરસેવાની કમાણીથી કમાયેલ રકમ હોય અને ૧૫,૦૦૦/- રકમ તેમના માટે ખૂબ મોટી રકમ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ ઇચા. હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, જાનવીબેન પટોળીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સારમીનબેન જે સ્થળેથી રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા સારમીનબેન પોતાનો રૂ. ૧૫,૦૦૦ રોકડ રકમ સહિતના સામાનનો થેલો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે રિક્ષાનો રજી. નં. GJ 09 AV 1014 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સારમીનબેનનો રૂ.૧૫,૦૦૦/- રોકડ સહિતના સામાનનો ફકત ૨ કલાકમાં શોધી અને થેલો રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સારમીનબેન બગસરાવાળાએ જણાવેલ કે તેમને આ થેલો પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલો પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૧૫,૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ફકત ૨ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to