ઈકરામ મલેક (રાજપીપળા દ્વારા)
17 સપ્ટેમ્બર નો દિવસ નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લા ના કાંઠા વિસ્તાર માટે તારાજી અને તબાહી નો પૈગામ લઈ ને આવ્યો હતો, અત્યારે સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમ ના પૂર ના પાણી એ વેરેલી ખાના ખરાબી અને તારાજી ના દ્રશ્યો ટીવી ન્યુઝ ચેનલો અને લોકો ના મોબાઈલ સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યા છે.
ક્યાંક ક્યાંક તો હવે ધારાસભ્ય ને પ્રજા નો રોષ નો પરચો મળતા ભાગવું પણ પડી રહ્યું છે. ત્યારે નાંદોદ ના નર્મદા કાંઠે આવેલાં સિસોદ્રા ગામે નર્મદા ના પૂર ના પાણી એ ભારે ખાના ખરાબી સર્જતાં ગામ ના ખેતરો અને રહેણાંક મકાનો મા પાણી ઘુસી જતા પારાવાર નુક્શાન થયું હતું.
લોકોના આખા ને આખા ઘર વખરી સાથે ના મકાનો ધરાશયી થઈ જતા કેટલાય પરિવારો નોંધારા થઈ ગયા હતા, ત્યારે ગ્રામજનો આ બરબાદી માટે નર્મદા ના નીર કરતા નર્મદા નદી મા ચાલતી લીઝ ને કારણભૂત ગણાવી છે, ગ્રામજનો ના મતે લીઝ ધારકો એ પોતાની મરજી મુજબ નું ખોદકામ કરી નાંખતા નદી ના પાણી નું વહેંણ ગામ તરફ નું થઈ જતા ગામ મા પૂર ના પાણી વધુ તીવ્રતા થી ઘુસી ગયા હતા.
બે ત્રણ વર્ષ અગાઉ જ્યારે સદર લીઝ ને મંજૂરી આપવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ગ્રામજનો એ રેલી, ભૂખ હડતાળ અને આવેદનપત્રો દ્વારા મંજૂરી રોકવાની પ્રચંડ કોશિશ કરી હતી પરંતુ રેતી ખનન લોબી એ પોતાની રાજકીય વગ વાપરી ને ગ્રામજનો નો વિરોધ બાજુ પર મૂકી ધરાર રેતીની લીઝ ચાલુ કરી દીધી હતી.
ત્યારે હવે નર્મદા નદી મા આવેલા પ્રચંડ પુર ના પાણી એ સિસોદ્રા ગામ ને ઘમરોળી નાખતા આખું ગામ અને ગ્રામજનો ના ઉભા પાક ધરાવતા ખેતરો સમૂળગા સાફ થઈ જતા ખેડૂતો ની કેડો ભાંગી ચુકી છે, અને એમાં પણ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ ની ઉદાસીનતા થી ગ્રામજનો મા ડેમ સંચાલકો અને ગુજરાત સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,