જૂનાગઢ ના રાજેન્દ્રકુમાર ભાટી મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોયઅને રૂપિયા ૬,૦૦૦/- ની કીમતનું સિલાઇ મશીન ખોવાતા ગયું જૂનાગઢ પોલીસે તાત્કાલિક સોધિને અરજદારને પરત કર્યું

Share to



જૂનાગઢ માં રૂ. ૬,૦૦૦/- ની કીમતનું સિલાઇ મશીન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૨ કલાકોમાં શોધી આપેલ.*_

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર રાજેન્દ્રકુમાર ભાટી રાજસ્થાનના રહેવાસી હોય, અને મજુરી કામ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય*, રાજેન્દ્રકુમાર રાજકોટથી જૂનાગઢ ઇકો ગાડીમાં આવતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૬,૦૦૦/- ની કીંમતનું સિલાઇ મશીન ઇકો ગાડીમાં ભુલી ગયેલ હોય રાજેન્દ્રભાઇએ તે ઇકો ગાડી શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ઇકોના નંબરનો ખ્યાલ ના હોય જેથી તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, શીલ્પાબેન કટારીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી રાજેન્દ્રભાઇ ભાટી જે ઇકો ગાડીમાં રાજકોટથી જૂનાગઢ આવેલ, તે ઇકો ગાડીનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા રાજેન્દ્રભાઇ ઇકો ગાડીમાંથી ગાંધી ચોક ઉતરે છે જ્યા તેઓ ઇકો ગાડીમાંથી તેમનું સિલાઇ મશીન ઉતારતા ભુલી ગયેલ હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ, ત્યારબાદ નેત્રમ શાખા દ્વારા તે ઇકો ગાડીના રજી. નં. GJ 11 BR 9310 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ઇકો ચાલકને ફક્ત ૨ કલાકમાં શોધી રાજેન્દ્રભાઇ ભાટીનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતનું સિલાઇ મશીન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રાજેન્દ્રભાઇ ભાટી દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો….


નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા . ૬,૦૦૦/-ની કીંમતનું સિલાઇ મશીન ફક્ત ૨ કલાકમાં શોધી અરજદારને પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to