જૂનાગઢના ભેસાણમાં હવામાન ખાતાની આગાહીના પગલે સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

Share to



જુનાગઢ જિલ્લાની વાત કરવા જઈએ તો ખેડૂતોના મુખ્ય પાકો મગફળી કપાસ સોયાબીન અને કઠોળ નું મુખ્ય વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સિંચાઈના પાણીની ખૂબ જરૂરિયાત હોય અને છેલ્લા દોઢ મહિનાથી લગભગ ૪૫ દિવસ થવા આવ્યે પણ વરસાદની એક ટીપું પણ નહોતું પડ્યું જેમાં ખેડૂતોના ઉભા પાકો સુકાવા લાગ્યા હતા ખેડૂતોમાં ગમગીની છવાઈ હતી ત્યારે તાલુકાના પંથકમાં હવામાન ખાતાની આગાહીના પગલે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જીવા દોરી સમાન ભેસાણ ની જિવાદોરી સમાન મુખ્ય ઉબેણ નદીમાં નવા નિરની આવક થઈ છે અને હવે મૂર્જતી મોલાતને જીવતદાન મળશે જેના કારણે ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા છે હવે ખેડૂતોનું ચોમાસુ પાક પાકી જશે અને શિયાળુ પીત ઘઉં ધાણા ચણા લસણ અને ડુંગળી જેવા પાકોનું પિયત પણ કરી શકશે તો ખેડૂતોને ડબલ ફાયદો થશે જૂનાગઢના અન્ય તાલુકા વિસાવદરમાં 10 ઇંચ મેંદરડા માં 6 ઇંચ વંથલીમાં પાંચ ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યા છે વરસાદ થતાં જિલ્લા ભરના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to