




* પ્રમખ તરીકે વસુધાબેન વસાવા-ઉપપ્રમુખ મિતેશ પરમાર
* બીટીપી-કોંગ્રેસના સભ્યોએ ઉમેદવાર નહીં ઉતાયૉ
તા.૧૩-૦૯-૨૦૨૩ નેત્રંગ.
નેત્રંગ તા.પંચાયતની ચુંટણી સન ૨૦૨૧ માં યોજાઈ હતી.જેમાં ભાજપ ૮,બીટીપી ૫ અને કોંગ્રેસ ૩ તા.પંચાપતની બેઠક ઉપર વિજયી બન્યા હતા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયામાં કોંગ્રેસ-બીટીપીના ૩ સભ્યો ગેરહાજર રહેતા બહુમતિના જોરે નેત્રંગ તા.પંચાયતના પ્રમુખપદે લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે વંદનભાઇ વસાવાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું.નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વષઁની ટમઁ પુર્ણ થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે.નેત્રંગ તા.પંચાયતમાં પ્રમખપદ માટે આદિજાતિ મહિલાની જાહેરાત કરાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
નેત્રંગ તા.પંચાયત કાકડકુઇ-૫ બેઠક ઉપરથી બીટીપીમાંથી ચુંટાઇ આવેલા વસુધાબેન વસાવાએ વિધિવત રીતે ભાજપમાં જોડાય ગયા હતા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સભ્યોમાં ભારે પ્રતિસ્પધૉ જોવા મળી હતી.જેમાં પ્રમુખ તરીકે વસુધાબેન વસાવા,ઉપપ્રમુખ મિતેશ પરમાર,કારોબારી અધ્યક્ષ કમળાબેન વસાવા અને પક્ષના નેતા તરીકે કરૂણાબેન ભાટીયાની વરણી કરવામાં આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..