November 21, 2024

નર્મદા જિલ્લામાં તા.૧૨ મી ઓગષ્ટના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

Share to


———–
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૨૨,૩૨૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૩૬ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
———–
રાજપીપલા,ગુરૂવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

આજે RTPCR ટેસ્ટમાં ૮૪૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૫૮ સહિત કુલ-૧૧૦૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૨૨,૩૨૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૫૦૮૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૯૬૮૫ લોકોને વિતરણ કરાઇ છે.


Share to

You may have missed