નેત્રંગમાં શિક્ષક દિવસે PSI દ્વારા આચાર્ય-શિક્ષકોને સન્માનિત કયૉ

Share to* વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ એક દિવસ માટે શિક્ષકની ભુમિકા ભજવી


દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્રિતીય રાષ્ટ્રપતિ પદની ભુમિકા ભજવેલ ડૉ.સવઁપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિધાથીૅઓ એક દિવસ માટે શાળામાં શિક્ષક તરીકેની ભુમિકા ભજવી વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે.નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અનો પો.કર્મીઓએ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલ અને જીએસએલ પબ્લીક સ્કુલની મુલાકાત કરી આચાર્ય-શિક્ષકોને ફુલહાર અપઁણ કરીને સન્માનિત કયૉ હતા.ત્યારે પીએસઆઇ આર.આર ગોહિલ જણાવ્યું હતું કે,વિધાર્થીકારમાં હું ગ્રામીણક્ષેત્રની શાળામાં અભ્યાસ કયૉ હતો.માતા-પિતા બાદ મનુષ્યના જીવનઘડતરમાં ગુરૂનું સહવિશેષ મહત્વ હોય છે.જે દરમ્યાન ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસાવા,સુપરવાઇઝર પી.વી ગોહિવ અને શિક્ષકો-વિધાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to