માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Share to

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા ઇ-સરકાર પોર્ટલના વ્યાપક ઉપયોગ થકી લોક રજૂઆતો-સમસ્યાઓના અસરકારક, પારદર્શી અને નિશ્ચિત સમયમાં નિવારણ ઉપરાંત યોજનાઓના સુચારુ અમલીકરણની રૂપરેખા આપી હતી.

ગુજરાત ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીઓ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસકશ્રી ઉપરાંત સભ્ય રાજ્યોના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના વરદ્હસ્તે ગૃહ મંત્રાલયના આંતર રાજ્ય પરિષદ સચિવાલયનું e-Resource વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed