September 7, 2024

ભુજના સુખપરમાં ગેસનો બાટલો ફાટ્યો, ભારે ધડાકો થતાં મકાનની દિવાલો તૂટી

Share to



કચ્છના ભુજ નજીક સુખપર ગામે ગેસ સિલિન્ડર
બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાન્ટના કારણે ઘરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. કચ્છના સુખપર ગામે જૂના વાસના રહેણાક મકાનની આ ઘટના છે. જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાનની દિવાલો તૂટી ગઈ.

ગેસનો બાટલો ફટવાની ઘટના એટલી ભયાનક હતી કે ઘરમાં મોટું નુકશાન સામે આવ્યું છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરનો દરવાજો દૂર સુધી ફંગોળાયો હતો. મહત્વનુ છે કે ઘરવખરી પણ વેરવિખેર થઈ ગઈ હતી, અને આગના કારણે ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ સામે નથી આવ્યા.

કયા કારણે આ ઘાટના બની તેને લઈને હાલ માં તપાસ કરવાં આવી રહી છે. ધડાકાભેર બ્લાસ્ટ થતાં આ ઘટનાબની હતી. બ્લાસ્ટને કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર જાણ કરવામાં આવી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓળવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ બ્લાસ્ટના કારણે ઘણું નુકશાન થયું હતું જેને લઈ તમામ મોત ભાગનો સામાન બળીને ખાક થયો હતો. આ ગાહતનમાં મહત્વની વાત એ છે કે હાલ સુધી કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ધડાકાભેર થયેલા બ્લાસ્ટને કારણે ઘર વખરીને મોટું નુકશાન થયું છે.

ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે, ઘરે આવેલો ગેસ સિલિન્ડર લીક થાય છે અને ગેસ એજન્સી વાળા આ સિલિન્ડર પરત લેવાનો ઇન્કાર કરી દે છે તો તુરંત જ ફોન કરીને સમસ્યાનું સમાધાન કરી શકો છો.


Share to

You may have missed