December 11, 2023

પાવર હાઉસ અચાનક બંધ: નર્મદા ડેમના 2 વીજમથકોમાં ખામી સર્જાઇ

Share to



• એક કલાક સુધી બંને પાવર સ્ટેશનોમાં અંધારપટ્ટ છવાર્થી, બસ કલરના એલબીબીમાં ક્ષતિથી ઉત્પાદન પ્રક્રિયા અટકી

ચોમાસાની સીઝનમાં સરદાર સરોવર નર્મદા ડૅમની જળ સપાટી 132 મીટરને પાર કરતા હાલમાં વીજ મથકો 24 કલાક ધધામી રહયા છે. વીજ ટર્બાઈનો સતત ચાલુ રહેતા હોય ગત રોજ શનિવારે સાંજના સમયે અચાનક એવી ઘટના બની જેના કારણે વીજ ઉત્પાદન કરનાર બંને પાવર હાઉસ અચાનક બંધ થતાં અંધારપટ્ટ ફેલાયું હતું.

નર્મદા બંધના બે વિદ્યુત મથકો છે. ઘટના એવી હતી કે વીજ મથકોમાં ના બસ કમ્પ્લર માં કોઈ ખામી સર્જાતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા. રિવર બેડ પાવર અને 250 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર છે એ બંને વીજ મથકો અચાનક બંધ થઈ ગયા હતા.

વીજ ઉત્પાદન બંધ થતાં અંધકાર થતા અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. જીસેકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફોન્ટ શું થયો જે શોધવા લાગી ગયા હતા કારણ કે હાલમાં ચોમાસાની સિઝનમાં વીજળીનુ ઉત્પાદન ભરપૂર થતુ હોય છે. તેવામાં વીજ મથકો અચાનક બંધ થયા હતા એટલે વીજ ઉત્પાદન પણ અટકી ગયા હતા. ત્યારે આ ઘટના બાદ તાત્કાલિક અધિકારીઓ ટીમ સાથે બન્ને પાવર હાઉસમાં દોડી આવી ટર્બાઇનને વીજ મથકમાં મશીનરી લગાડનાર તેના હતી. મુખ્ય કન્સલ્ટન્ટ સાથે પણ વાત કરી

તેઓએ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ લગભગ એક દોઢ કલાક બાદ વીજ મથકોમાંના વીજ ઉત્પાદન કરતા ટર્બાઇનને એક એક કરીને પુનઃ વીજ ઉત્પાદન કરતા શરૂ કરવામાં આવ્યા હતા. આ બાબતે કોઈ અધિકારી ઓ એ કાંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ બસ કપ્લર ના એલબીબીમાં ફોલ્ટ સર્જાયો હોવાનું માલુમ પડ્યું હતું જયારે હાલ કામ ચલાવ વીજ મથકો ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. તાત્કાલિક રિવર બેડ પાવર હાઉસના છ પૈકી 4 ટર્બાઇન શરૂ થઈ ગયા હતા.

એમડીની વિઝિટના દિવસે જ ઘટના બની શનિવારના રોજ દેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી મુકેશ પુરી નર્મદા ડેમ અને કેવડીયા ની મુલાકાતે હતા. અને આવા સમયે રાત્રીના સમયે પાવરહાઉસ માં થયેલી ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું હવે મુકેશ પૂરી ને ખબર છે કે નહિ પણ તંત્ર દોડતું થઈ ગયું હતું.

રિપેરના અભાવે દૈનિક 6 કરોડનું નુકસાન થાત સરદાર સરોવર નર્મદા બંધના બંને ટર્બાઈનો અચાનક બંધ થઈ જતાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની સિઝનમાં જ મુશ્કેલી ઉભી થાય તેવી ભિતી સેવાઇ હતી. બન્ને ટર્બાઇન થકી રોજિંદા 6કરોડની વીજળી ઉત્પાદન થતી હોય છે. જે એકદમ બંધ થઈ જતાં મોટું નુકસાન થવાની સંભાવના હતી. જે પગલે તુરંત એક્શનમાં આવી તોશિબા અને હિટાચી કંપની નો કોન્ટ્રાક્ટ હોય તેના ઇજનેરોને ને પણ બોલાવવામાં આવ્યા હતા.


Share to

You may have missed