નેત્રંગ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો આપતો નથી

Share to* અનાજનો પુરવઠો એકસાથે નહીં અપાતા દુકાનદારો અને કાડઁધારકો વચ્ચે ઘષઁણ

* સસ્તા અનાજની દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

તા.૨૧-૦૮-૨૦૨૩ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવા નેત્રંગ તાલુકાની રચના કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકો બન્યાને ૧૦-૧૨ વર્ષનો લાંબો સમયગાળો પસાર થવા છતાં અન્ન-નાગરીક પુરવઠા વિભાગ થકી અલગ અનાજનો પુરવઠો સપ્લાય કરવા માટે ગોડાઉનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.નેત્રંગ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં વાલીયા તાલુકાના પુરવઠા વિભાગના ગોડાઉન પરથી અનાજનો જથ્થો સપ્લાય કરવામા આવે છે.ત્યારે ઓગષ્ટ
માસના ૨૦ દિવસ પસાર થવા છતાં નેત્રંગની સસ્તા અનાજની દુકાનો પર પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો સપ્લાય કરવામા આવ્યો નથી તેવું લોકમુખે ચચાઁઇ રહ્યુ છે.તેવા સંજોગોમા પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે ગરીબ પ્રજાને તહેવારોમાં જ અનાજ નહીં મળતા દુકાનદારો વચ્ચે ઘષઁણ થઇ રહ્યું છે.ત્યારે નેત્રંગ તાલુકાના રસ્તા અનાજ દુકાનદારોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી પુરાત પ્રમાણમાં અનાજનો જથ્થો આપવાની માંગ કરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to