ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા ગામ ખાતે રાજશ્રી પોલિફિલ ઉમલ્લા ના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલના તબીબોએ ૨૩૧ આંખની વિવિધ સમસ્યા વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ૪૦ જેટલા મોતિયાના ઑપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે બોલાવી નિશુલ્ક ઑપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે તદઉપરાંત ૧૬૧ ચશ્માની જરૂરિયાતવાળા આંખના નંબર તપાસીને ચશ્મા આપવમાં આવ્યા હતા,
અત્રે આયોજિત નેત્રનિદાન કેમ્પનો ઉમલ્લા અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના ૨૩૧ દર્દીઓએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજશ્રી પોલીફિલ સેન્ચુરી એન્કા લીમીટેડ અને ઝઘડિયા સેવારૂરલ સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ કેમ્પોનું આયોજન કરી સેવાકીય કર્યો કરવામાં આવતા હોય છે..
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.