..માંડવી તાલુકાના પુના ગામના ઉશ્કેર ખુદ માં આવેલ દેવ ફાર્મ માંથી 12 જુગારીઓ ઝળપાયા ………………….માંડવી પોલીસ તંત્ર દ્વારા જુગારીઓ તથા સાથે કુલ 31,78,200 નો મુદ્દા માલ કબજે કર્યો.

Share to
રિપોર્ટર…. નિકુંજ ચૌધરી માંડવી સુરત


સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામે ઉશ્કેર ફળિયામાં ની સીમમાં આવેલ દેવ ફાર્મ હાઉસ ના રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇસમો ની માહિતી માંડવી પી.આઈ હેમંત પટેલ ને મ ળેલ.બાતમીના આધારે ફાર્મ હાઉસ પર રેડ પાડતા 12 ઈસમો પકડી પાડ્યા હતા. જ્યારે રખેવાળ ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.
પોલીસ સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકા ના પુના ગામે આવેલ ઉશ્કેર ફળિયામાં દેવ ફાર્મ હાઉસમાં મિનેશભાઈ ઉર્ફે મોન્ટુ પ્રવિણસિંહ મહિડા તેના માલિક હોય તેમ જ ફાર્મહાઉસના રખેવાળ છગનભાઈ રાઠોડ રહે રાજપૂત બોરી તાલુકો માંડવી ના હોય 11,600 રૂપિયાથી ફાર્મ હાઉસ ભાડે આપી ચોરી છૂપીથી ગંજી પાના વડે તીન પત્તી રૂપિયાનો હાર જીત નો જુગાર રમી રમાડી ઉપર ના રોકડા રૂપિયા 1,13,230 તથા અંગ ઝડતીના 54,970 રોકડા રૂપિયા તેમજ જુગાર રમવા માટે લઈ આવેલ કિયા સેલટોસ નંબર GJ. 05.RN. 0143 જેની કિંમત રૂપિયા 15 લાખ તથા મહેન્દ્રા ગાડી GJ.05.JF.2277 જેની કિંમત રૂપિયા 10 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 12 જેની કિંમત રૂપિયા 5,10,000 હજાર મળીને કુલ 31,78,200 ના મુદ્દા માલ સાથે જુગાર રમતા 12 ઇસમોને સ્થળ પરથી પકડી પાડ્યા હતા જુગાર રમવા માટે દેવ ફાર્મહાઉસના રખેવાળ છગનભાઈ રાઠોડ ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે .જુગાર રમતા પકડાયેલા આરોપી પૈકી 1.અબ્દુલ રઉફ પટેલ ( રહે નાણાવટ ચાર રસ્તા સુરત શહેર )
2.યુસુફ ઉર્ફે પરવેઝખાન ઉમરભાઈ ઓતલવાળા ( ઉંમર વર્ષ 50 રહે સિંધીવાડ ચોક બજાર સુરત )
3.નૂર ઈસ્માઈલ ચાવાળા ( ઉંમર વર્ષ 40 રહે સિંધીવાડ સુરત શહેર )
4. અબ્દુલ રહેમાન ઉર્ફે ગુડ્ડુ ફારૂખભાઈ પટેલ ( ઉં.35 રહે પતેલ મંજિલ ચોથા માળે સિંધી વાળા ચોક બજાર સુરત)
5. વસીમ રફીક મુલતાની ( ઉંમર વર્ષ 34 મહીધરપુરા સુરત )
6. ઈકબાલ અબ્દુલ રહેમાન બીડીવાલા ( ઉંમર વર્ષ 47 રહે ભાગળ તળાવ સોની ફળિયા સુરત )
7. શહાદતઅલી નવાબઅલી માર્બલવાલા ( ઉંમર વર્ષ 48 રહે અડાજણ પાટીયા સુરત )
8. સઇદ અહેમદ ફ્રુટવાલા ( ઉંમર વર્ષ 36 રહે વિરમગામી સ્ટીટ પ્રિન્સ પેલેસ મોહલો બેગમપુરા સુરત )
9.સલીમ ઉર્ફે ફણીવાલા ( ઉ. 45 રહે સિંધીવાડ ચોક બજાર સુરત )
10. મોહમ્મદ રિઝવાન અબ્દુલ કાદર બોમ્બેવાલા ( ઉંમર વર્ષ 43 રહે ભાગળ તળાવ સુરત )
11. અબ્દુલ કાદિર મોહમ્મદ ઈસ્માઈલ ચાવાળા ( ઉંમર વર્ષ 35 રહે સીંધીવાડ ચોક બજાર સુરત )
12. કાદીર ઉર્ફે મોઈદિન શેખ ( ઉંમર વર્ષ 36 રહે ઉંમરવાળા રીંગરોડ સુરત ) ની અટકાયત કરવામાં આવી છે જ્યારે દેવ ફાર્મ હાઉસ ના રખેવાળ છગનભાઈ રાઠોડ રહે રાજપૂત બોરી તાલુકો માંડવી ને વોન્ટેડ જાહેર કરેલ છે .


Share to

You may have missed