September 7, 2024

ઝઘડીયા તાલુકાના તેજપોર ગામેથી દિપડો પાંજરે પુરાયો.

Share to

ઝગડીયા તાલુકામાં વધતી જતી દીપડાઓ ની સંખ્યા ચિંતા નો વિષય…

20 /08 /23 ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના તેજપોર ગામેથી આજરોજ વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો દીપડા ને જોવા ઉમટ્યા હતા ઘણા સમયથી ઝગડીયા તાલુકાના તેજપુર ગામે દીપડા ગામમાં દેખા દેતા અને પશુઓ ઉપર હુમલા કરવાના બનાવ બની રહ્યા હતા જેને લઇ ગ્રામ જનોએ 10 દિવસ પેહલા વન વિભાગને જાણ કરી હતી જે બાદ વન વિભાગ દ્વારા તેજપોર ગામે આવેલ નહેર પાસે એક પાંજરું ગોઠવાયુ હતું જેમાં આજરોજ દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો આજે વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાતા મોટી સઁખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી જેથી ઉમલ્લા રેન્જ ફોરેસ્ટ તેમજ ઝઘડિયા વન વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી અને દીપડાને ઝગડીયા વનવિભાગ ની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો..

અત્રે ઉલ્લેખની આ છે કે ઝગડીયા તાલુકામાં આવેલ જંગલની આસપાસ તેમજ શેરડીના ખેતરોમાં મોટા પાયે દીપડાનો વસવાટ હોય જેથી અવારનવાર ખેડૂતો તેમજ રાહદારીઓ ઉપર જીવલેણ હુમલા થતા રહ્યા છે દીપડા મોટી સઁખ્યા માં આ વિસ્તારમાં હોવાથી આ એક ચિન્તા નો વિષય બની જવા પામ્યો છે નર્મદા નદી કિનારા ના અનેક વિસ્તારોમાં પણ મોટી સઁખ્યામાં દીપડા ના બચ્ચા સહિત પણ પૂરું પરીવાર રહેતું હોવાનું લોકો દ્વારા કેટલીક વાર ધ્યાને આવ્યું છે ત્તયારે આ બાબતે વનવિભાગ દીપડા નું સર્વે કરી અને તેઓ ને રહેણાંક વિસ્તાર તેમજ ખેતરો માંથી ઝડપી લઈ તેઓ ને સલામત જગ્યા માં છોડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..


Share to

You may have missed