December 22, 2024

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળો યોજાયો;

Share to



ભરૂચ: નેત્રંગ તાલુકામાં આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોમાં વેસ્ટ માંથી બેસ્ટ
(પિસ્તાના છિલકા માંથી વૉલપીસ), રંગપૂરણી, ચિત્રકામ, બાળગીત, અભિનય ગીત જેવી વિવિધ કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની નૈસર્ગિક શક્તિ ના વિકાસ માટે તથા સાહજિક અભિવ્યક્તિ માટે
પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે જીવન કૌશલ્ય આધારિત ધોરણ 1 થી 5 માં બાળમેળો અને ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કીલ મેળો યોજાયો હતો.

જેમાં બાળકો શાળા માંથી જ જીવન ઉપયોગી કૌશલ્યો શીખીને જાય તેવા આશયથી બાળ મેળા અને જીવન કૌશલ્ય આધારિત બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળ મેળામાં બાળકોને જીવન ઉપયોગી કૌશલ્યો શીખવવામાં આવ્યા તેમજ વિવિધ કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed