November 29, 2023

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતા શંકરભાઈ વાલજીભાઈ ચારણ તેઓ નેત્રા ગામે પોતાના સંગીતથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે.

Share to

લોકેશન.નખત્રાણા.

(માણસ ધારે ઈ કરી શકે છે.)


તે પોતે સુરદાસ છે તેમ છતાં દુનિયાને બતાવે છે . તે અત્યારે નખત્રાણા અર્ચના સ્કૂલ માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે અત્યારે તેઓ એ શાળામાં 13 થી 15 છોકરાઓને સંગીત શીખવાડે છે. તેઓએ એવું જણાવ્યું કે સંગીત શીખવાથી મનને શાંતિ મળે છે અને આપણી ભારતની સાંસ્કૃતિક જાળવાઈ રહે એવા મારા પ્રયત્નો છે.

સંગીતના કેટલા સૂર છે એ વિશે પણ સમજણ આપી હતી. સંગીત એ વિદ્યા છે વિદ્યા વિદ્યાર્થીઓને આપવી એ આપણી ફરજ છે. વધુમાં શંકરભાઈએ એવું જણાવ્યું કે હવે ટૂંક સમયમાં સંગીત ક્લાસ પણ ચાલુ કરવાનું છે એવી લોક ચર્ચા કરી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to