September 7, 2024

વાલિયા તાલુકાના પઠાર ગામ ખાતે ”મારી માટી, મારો દેશ” નો કાર્યક્રમ યોજાયો

Share to

મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”

ભરૂચ- શુક્રવાર- સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ”મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ગ્રામપંચાયતના આગેવાનોના હસ્તે શિલાફલકમનું લોકાર્પણ કરાયું હતુ. આ તકે સરપંચે વીરોને અંજલી આપીને તેના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના આગેવાન સભ્યો અને અધિકારીશ્રીઓ, વિસ્તારનાં આગેવાનો સહિતના લોકોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.


Share to