અબડાસા તાલુકાના તેરા ખાતે શ્રી તેરા પ્રાથમિક શાળામાં “મારી માટી મારો” દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.

Share to

લોકેશન તેરા અબડાસા

કાર્યક્રમની શરૂઆત પધારેલ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય થી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં શીલા ફલક સમર્પણને વધારવામાં આવ્યું ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

તેરા ગામના આર્મી મેન મુસ્તાકભાઈ લુહાર અને સેજલબેન ગઢવીના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.

જેમાં વસુદા વંદન વીરોને વંદન ધ્વજવંદન અને રાષ્ટ્રગાન નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.

ત્યારબાદ પ્રાકૃતિક ખેતી ની તાલીમ પણ લેવામાં આવી હતી ગ્રામસેવક તેરા. શ્રી વિજયભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા માં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્ય શ્રી હુરબાઈ અબ્બાસ ભાઈ માંજોઠી… તેરા ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી… તલાટી સાહેબ શ્રી તેરા તેમજ આગેવાનો તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, P.H.C. ડોકટર સાહેબ, શિક્ષક મિત્રો અને વહાલા બાળકો ની ઉપસ્થિતિમાં ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું.


સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to