ભેસાણ તાલુકાના રાણપુર ગામે ધર્માદાના હેતુ અર્થે એક ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ છે. વિશ્વભરમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાએ ભરડો માર્યો હતો ત્યારે લોકોને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડી હતી અને ઓક્સિજનના બાટલા પણ ચડાવવા પડ્યા હતા ત્યારે વૃક્ષો ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક્સિજન આપતા હોય છે હવે ગામના લોકોને નેચરલ ઓક્સિજન મળી રહેશે રાણપુર ગામનાં રહિશ ભરતભાઈ લાખાભાઈ ત્રાડા એ તેમના માતૃશ્રીની તિથિ નિમીતે રુપીયા 71000/- ની આંબાની કલમો 550 નંગ લઈ અને ગામમાં મફત વિતરણ કર્યું જેમાં મોટાભાગના વૃક્ષો ફળફળાદી વાળા હોય જેમાં ખાસ કરીને આંબાનું વિતરણ કરેલું હોય તો આમાં કેરી પણ આવી શકે જેથી લોકો સ્વાસ્થ્ય માટે પણ આ ફળનો ઉપયોગ કરી શકે આ ઉપરાંત ગામ ક્લીન એન્ડ ગ્રીન પણ બને છે અને વૃક્ષારોપણ થાય એટલે ફળાવ જાડ ને હીસાબે લોકો કાળજી પૂર્વક ઉછેર પણ કરે અને વૃક્ષ ઉછરીને ગામને ઓક્સિજન વાતાવરણ પુરુ પૂરું પાડીને લોકોના સ્વાસ્થ્ય પણ સુધારે છે આ કાર્યક્રમમાં નવનીત ભાઈ મોવલીયા મુકેશભાઈ કોટડીયા ગોપાલભાઈ રૈયાણી ધીરુભાઈ ત્રાડા જોડાયા હતા અને ને બહોળી સંખ્યામાં ગામના લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું
રિપોર્ટર,મહેશ કથીરિયા
જુનાગઢ
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..