રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી માંથી જથ્થાબંધ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Share toઘરની અંડર ગ્રાઉન્ડ પાણી ની ટાંકી મા છુપાવી રાખ્યો હતો માલ, કોઈએ પોલીસ ને બાતમી આપી દેતા ભાંડો ફૂટ્યો

પ્રતિનિધિ રાજપીપળા

રાજપીપળા ની રાજેન્દ્ર નગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા 28,600/- ના ઈંગ્લીશ દારૂના મુદ્દા માલ સાથે એક મહિલા આરોપી ઝડપાઈ જવા પામી છે. રાજપીપળા પોલીસને બાતમી મળી હતી કે રાજેન્દ્ર નગર સોસાયટી જલારામ મંદિર પાસે આવેલા વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલના ઘરના પ્રથમ રૂમમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારૂનો જથ્થો છુપાવેલો છે.

આથી પોલીસે બાતમી ના મકાન મા રેડ કરી આગળના રૂમ માં આવેલી પાણી ની ટાંકી માથી ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ (1) રોયલ ચેલેન્જ 750ml વહીસ્કી ના 24 બોટલ, (2) રોયલ ચેલેન્જ 180ml વહીસ્કી ના 42 બોટલ (3) ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વહીસ્કી 180ml ના 122 નગ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી મંજુલાબેન પત્ની વિક્રમસિંહ ગોહિલ ની અટક કરી હતી, અને રાજપીપળા પોલીસ મથકે પાર્ટ સી ગુના હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


પોલીસે અન્ય આરોપી (1) વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલ, (2) દિગ્વિજય સિંહ રાજેન્દ્રસિંહ શીનોરા રહે, રાજપૂત ફળિયા રાજપીપળા જૂની કોર્ટની બાજુ મા નાઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે. રેડ અંગે ની કાર્યવાહી રાજપીપળા નગર ના પો.ઈ આર.જી ચૌધરી, પો.સ.ઈ ડી. કે પરમાર, એ.એસ.આઈ મહેશભાઈ રમણભાઈ, અ. પો.કો નરેન્દ્રભાઈ બાબુભાઇ પટેલ તેમજ સ્ટાફ ના માણસો એ સંકલનમા રહી કામગીરી કરી હતી.

ફોટો:- મુદ્દામાલ


Share to