નર્મદા ના હાંડી ગામના આર્મી મેન નિવૃત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Share to



*23 વર્ષ ઉપરાંત દેશ સેવા આપ્યા બાદ તેઓ ગતરોજ નિવૃત થયા હતા*

નર્મદા જિલ્લાના હાંડી ગામના વતની વસાવા સોમાભાઈ ચંપકભાઈ સેવા નિવૃત થતા તેઓના ગામ સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંતરિયાળ વિસ્તારના નાના ગામ ઢોચકી ગામ થી અભ્યાસ ની શરૂઆત કરી અને મેહનત કરી એક ઇન્ડિયન આર્મી મેન બની અને દેશ સેવા આપતા જવાન સોમાભાઈને તેઓ નિવૃત થઈ પોતાના વતન હાંડી ખાતે આવતા ની સાથે જ તેઓના સ્વાગત માટે મેહરામણ ઉમટીયું હતું અને ફુલહાર અને દેશ ભક્તિના ગીતો સાથે તેઓને તેઓના ગામ સુધી રેલી કાઢી હતી અને તેઓ નું સમ્માન સમારોહ યોજાયો હતો. જેમાં તેઓ દ્વારા નવયુવાનો દેશ સેવા માટે આગળ આવી અને ઇન્ડિયન આર્મીમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
પોતાનું બાળપણ વિતાવી અને નાના સામાન્ય પરીવાર માંથી અથાગ પરિશ્રમ કરી પોતાની દેશ સેવા કરવાની ધગસ સાથે ભારતીય સેના માં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થતાં વન મેન આર્મી સોમાભાઈ વસાવા દેશસેવા કરી અને ભારતીય સેનામાંથી નિવૃત જવાને 23 વર્ષની સર્વિસ માં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, આસામ, નાગાલેંડ, મેઘાલય, ઓરિસ્સા, કલકત્તા, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મિઝોરમ જેવા વિસ્તાર માં ફરજ બજાવી હતી, તેઓના રિટાયર સાથી આર્મી મિત્રોએ ખાસ હાજરી આપી હતી અને પોતાના સાથી ને ફુલહાર થી વધાવી લીધા હતા. લોકોએ ભારતીય સેના માંથી નિવૃત્ત થઈ આવેલ જવાનનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

ભારતીય સેનામાં જોડાયેલ સૈનિક તે પોતાના માટે દેશ સેવા એ જ સર્વસ્વ માની અને પોતે પોતાનું જીવન સરહદો પર ઠંડી ગરમી વરસાદ બરફમાં રહેવા જેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાની ફરજ નિભાવતો હોય છે. અને માતૃભૂમિ ની સેવા કરી પોતાની ફરજ પૂરી કરતા હોય છે, ત્યારે દરેક નવયુવાનને ભારતીય સેના માં જોડાવવું જોઇએ અને દેશ સેવા કરવી જોઈએ તેમ સોમાભાઈ એ જણાવ્યું હતું. આમ નર્મદા જિલ્લા ના હાંડી ખાતે નિવૃત્ત થઈને આવેલ માજી સૈનિકનો સ્વાગત, સન્માન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

*રિપોર્ટર:સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed