November 28, 2024

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના આયોજનના ભાગરૂપે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Share to



*જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી અંતર્ગત નાંદોદમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને દેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા- કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાશે*

આગામી ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડિયાપાડા ખાતે રાજ્યના માન.મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને નર્મદા જિલ્લામાં ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૩નાં કાર્યક્રમોનું આયોજન નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતા અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા-દેડિયાપાડા કેમ્પસમાં ખાતે કેબીનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાનાર છે.

આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત જિલ્લાનાં જુદા જુદા વિભાગો, ખાતાઓ, કચેરીઓ દ્વારા ટ્રાયબલ સબ પ્લાનની વિવિધ યોજનાઓ બજેટ આધારિત અમલમાં મુકાઇ છે. શાખાઓનાં સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરતાં અમલીકરણ અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સંપૂર્ણ સાથ સહકાર આપીને કાર્યક્રમોમાં સોંપાયેલી કામગીરીઓને સુચારૂ રીતે અયોજીત કરી તેની પૂર્વ તૈયારીઓ હાથ ધરીને શાનદાન અને યાદગાર તેમજ શાંતિપુર્ણ મોહોલમાં, સુવ્યવસ્થિત, આનંદ ઉલ્લાસ સાથે પરીપુર્ણ કરવાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની પૂર્વ તૈયારી કરીને આ દિવસે લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ,પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા આહવાન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી. આર. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.એમ. વસાવા સહિત મામલતદારશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed