દૂરદર્શી ન્યૂઝ રિપોર્ટ 02-08-2023 ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પર તેના કહેવાતા બનેવી એજ બળાત્કાર કર્યો હોવા બાબતની ફરિયાદ સગીરાની માતાએ પોલીસમાં લખાવી હતી. ઘટનાની વિગતો જોતા આ સંદર્ભે નંધાયેલ પોલીસ ફરિયાદ મુજબનો આરોપી અને સંબંધે સગીરાનો બનેવી થતો નેત્રંગ તાલુકાનો રહીશ સતિષ રાજુભાઇ વસાવા નામનો ઇસમ ગત તા.૮ મીના રોજ સવારના સમયે ધો.૧૨ માં અભ્યાસ કરતી આ સગીરાને ઇકો ગાડીમાં બેસાડીને શાળાએ મુકવા જતો હતો, તે દરમિયાન રસ્તામાં સતિષે ગાડી રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી.
અને સગીરાના હાથ બળજબરીથી ઓઢણીથી બાંધી દઇને તેણીના કપડા કાઢી નાંખીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી. આ ઘટના બાદ સગીરાની હાલત બગડતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. બાદમાં સગીરાની માતાએ ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્થાનિક પોલીસને આ ઘટનામાં સંડોવાયેલ આરોપીને જલ્દીથી ઝડપી લેવા સુચના આપવામાં આવી હતી. દરમિયાન ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ બી.એસ.શેલાણાએ પોલીસ જવાનોની ટીમો બનાવી સદર ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મળેલ બાતમીના આધારે ગતરોજ તા.૩૧ મીના રોજ આ ઘટનાના આરોપી સતિષભાઇ રાજુભાઇ વસાવા હાલ રહે.ઝઘડીયા તાલુકામાં અને મુળ રહે.બલદવા તા.નેત્રંગનાને ઝડપી લીધો હતો.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.