ખુલ્લેઆમ નાના ગામો સહિત મુખ્ય મથક નેત્રંગ વાલિયા માં જોવે તે પ્રમાણે ઈંગ્લીસ તેમજ દેશી દારૂ સરળતાથી મળી શકે છે..
“”સ્થાનિક પોલીસ પણ બૂટલેગરો ને છાવરવાનું કામ કરી રોજ માત્ર 60 રૂપિયા કે 100 રૂપિયા નો દારૂ પકડી સંતોષ માની લેતી હોઈ છે…”””
#DNSNEWSREPORT -01-08-2023
ગુજરાત સરકાર દ્વારા નશાબંધી અંતર્ગત કરોડો રૂપિયાના પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે, અને ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગમે ત્યાં ગમે ત્યારે દારુ સરળતાથી મળી રહે છે એવું ઘણી વાર સાબિત થયું છે, ગુજરાત માં દર વર્ષે દારૂ ના લીધે હજારો લોકો મૃત્યુ પામે છે અને ભરૂચ જિલ્લા માંજ વાત કરીયે તો હજારો ની સંખ્યા માં સ્ત્રીઓ વિધવા બની છે દારૂ ના કારણે મોત ને ભેટેલા પતિ ન હોવાના કારણે ઘર ચલવા ની જવાબદારી વિધવા સ્ત્રી ઉપર આવી પડતી હોઈ છે ઘરમાં કમાવનાર કોઈ ના હોઈ તો પોતે કામ કરી પોતાના પરિવારના ભરણપોષણ સહિત સંતાન ને શિક્ષણ ની પણ જવાબદારીઓ નિભાવે છે, પણ એ શુ કામ આવી પરિસ્થતિ નું નિર્માણ થાય છે “”માત્ર દારૂ ના દુષણ ના કારણે””” ત્યારે હાલ નેત્રંગ અને વાલીયા તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂ અને વિદેશી દારૂ નો વેપલો ધમધમી રહ્યો છે
ખુલ્લેઆમ નાના ગામો સહિત મુખ્ય મથક નેત્રંગ વાલિયા માં જોવે તે પ્રમાણે ઈંગ્લીસ તેમજ દેશી દારૂ સરળતાથી મળી શકે છે અને નવ યુવાનો નશા ના રવાડે ચડી જાહેરમાં દારૂ નું સેવન કરતા હોઈ છે અને જાહેરમાં દારૂ ની બોટલો ફેંકી દેતા હોઈ છે જ્યાંથી શાળા એ જતા બાળકો ઉપર આની ગંભીર અસર થતી હોઈ છે તો શું આવા તત્વો પર લાગતા વળગતા પોલીસ વિભાગ ની નઝર નથી પડતી..?
નેત્રંગ તેમજ વાલિયા પંથક માં એરીયા પ્રમાણે પોલીસ બીટ જમાદાર મુકવામાં આવ્યા છે પરંતું એક પણ કેશ માં જેતે પોલીસ બીટગાર્ડ કે અન્ય પોલીસ ના અધિકારીઓ કર્મચારીઓ આ બાબતે કોઈ નક્કર પગલાં લેતા નજરે ચડ્યા નથી પોલીસ ના અમુક બુટલેગરો સામે નત્મસ્તક હોઈ તેમ લાગી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા તેઓ ને આપેલ હદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતી ન થાય અને ગેરકાનૂની કામ થતા અટકાવાનું હોઈ છે પરંતુ અનેક વાર સ્થાનિક પોલીસ પણ બૂટલેગરો ને છાવરવાનું કામ કરી રોજ માત્ર 60 રૂપિયા કે 100 રૂપિયા નો દારૂ પકડી સંતોષ માની લેતી હોઈ છે… ઘણી વખત સ્થાનિક પોલીસ ના નાક નીચે થી ભરૂચ LCB તેમજ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ આ વિસ્તારોમાંથી જડપી પાડ્યો છે ત્તયારે સવાલ એ છે કે જો અન્ય એજન્સીઓ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતી હોય તો સ્થાનિક પોલીસ કેમ ન ઝડપે… સમગ્ર ગુજરાતભરમાં નશાબંધી અંતર્ગત જાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવે છે અને તે બાબતે મોટા પાયે તેનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે તો શુ આવા આવા કાર્યક્રમ માત્ર કાગળ પર જ છે….? જમીન ઉપર હકીકત કંઈક અલગજ છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવું એ રહિયું કે આ ન્યુઝ પ્રસિદ્ધ થયા પછી સ્થાનિક પોલીસ એક્શન મા આવે છે ખરી..? શુ અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરશે ખરા ? કે પછી પોલીસ દ્વારા આવા અસામાજિક દારૂ ના હડ્ડા બેરોકટોક ચાલે છે તે જોવું રહ્યું...
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.