


પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૩૧-૦૭-૨૩.
ગુજરાત રાજ્ય માગૅ-મકાન વિભાગ થકી નેત્રંગ- વાલીઆ રોડ પર પડેલા જીવલેણ ખાડાઓ પુરવાની તસ્દી લેવાતા વાહન ધારકોથી લઇ ને આમ રાહદારીઓ આંશિક રાહત અનુભવી રહ્યા છે.
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર ને જોડતો નેત્રંગ સુધીનો રોડ રાજયના માગૅ-મકાન વિભાગ ની ભરૂચ કચેરીના તાબા હેઠળ આવેલ સબડીવીઝન કચેરી અંકલેશ્વર ની
સીધી દેખરેખ હેઠળ આવેલ હોય, આ માગઁનુ નવીનીકરણ થયાને છ થી સાત વરસનો સમય ગાળો વિતી જતા ડામર રોડ પર ઠેરઠેર પડેલા ખાડાઓને લઈ ને નેત્રંગ થી અંકલેશ્વર જતા આમ રાહદારીઓ થી લઈને વાહનધારકો તોબા પોકારી ઉઠીયા છે. તેવા સંજોગોમા ચાલુ ચોમાસ ની સિઝન દરમિયાન ખાડાઓ ઉડા અને બિલાડીના તોપાની જેમ દેખા દેતા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા થકી દદીઁઓને અંકલેશ્વર ભરૂચ વધુ સારવાર માટે લઇ જવું એ જોખમ ભરેલ હોય. રોજેરોજ વાહનધારકોના વાહનોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય, અસંખ્ય અકસ્માત ના બનાવો ખાડાઓ ને લઇ ને બની રહ્યા છે. તેવા સંજોગોમા નેત્રંગ પંથક ની પ્રજા તંત્ર પ્રત્યે તેમજ જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ સામે છુપો રોષ ઠાલવી રહી છે. તેવા સંજોગોમા માગૅ-મકાન વિભાગ થકી ખાડાઓ રોડ રોલર ફેરવી પુરવાની કામગીરી હાથ ધરવામા આવતા આમ જનતાએ રાહતનો દમ લીધો છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*