December 10, 2023

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે NSS ના સ્વયં સેવકો દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

Share to

જયદિપ વસાવા, ડેડીયાપાડા


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતામાં એન. એસ. એસ. દ્વારા એન. એસ. એસ. ના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 130 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ વનસ્પતિ અને વૃક્ષો જેવા કે આમળી, જમરૂખ, અરડુસી, ઉમરો, પીપળો, સરગવો, બીલી જેવા ઔષધીક ગુણો ધરાવતી આશરે સો જેટલા વનસ્પતિ અને વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દરમિયાન કોલેજમાં અભ્યાસ કાર્ય કરાવતા અધ્યાપકો અને અધ્યાપિકાઓ સાથે એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રમેશભાઈ કે. વસાવા હાજર રહી વિદ્યાર્થીઓને વૃક્ષનું જતન, સંવર્ધન અને મહત્વ સમજાવી જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


Share to

You may have missed