December 11, 2023

ઝઘડિયા પ્રાન્ત કચેરી દ્વારા યોજાયેલ ત્રીજા તબક્કાના જન અધિકાર કેમ્પમાં કુલ ૩૦૮ અરજીઓ આવી

Share to

ઝઘડિયાના જેસપોર, નેત્રંગના ચાસવડ અને વાલિયાના પઠાર ગામોએ આજે જન અધિકાર કેમ્પ યોજાયા


આજરોજ તા.૩૧ મી જુલાઇના રોજ ઝઘડીયા સબ ડિવિઝન વિસ્તારના ત્રણેય તાલુકાઓમાં ત્રીજા તબક્કાના જન અધિકાર કેમ્પો યોજવામાં આવ્યા હતા. આજરોજ ઝઘડિયા તાલુકાના જેશપોર ખાતે પ્રાથમિક શાળામાં,
નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પ્રાથમિક શાળામાં તેમજ વાલીયા તાલુકાના પઠાર ગામે યોજાયેલ જન અધિકાર કેમ્પોમાં કુલ ૩૦૮ અરજીઓ મળી હતી, જેમાંથી ૭૫ અરજીઓ ઝગડિયા તાલુકાની , ૧૧૫ અરજીઓ નેત્રંગ તાલુકાની અને ૧૧૮ અરજીઓ વાલીયા તાલુકાની છે.

ઝઘડિયાના પ્રાન્ત અધિકારી કલ્પેશકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પોમાં તાલુકાના અધિકારીઓ સંબંધિત ગામોના તલાટીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ જન અધિકાર કેમ્પોમાં આધાર કાર્ડ રેશન કાર્ડ વારસાઇ આવક જાતિના દાખલા જેવા વિવિધ કામોનો સ્થળ ઉપર નિકાલ લાવવાની કામગીરી હાથ ધરાય છે.


Share to

You may have missed