રિપોર્ટર……નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી તાલુકાના ઉમરખડીથી ખરેડા, લાખગામ, કાટકુવા, રખસખડી આંબાપુર પાચ ગામોને જોડતા 6 કી.મી ના મુખ્ય માર્ગ બિસ્માર હાલત ની મુલાકાત લેવાનું છોડી દેતા, જન પ્રતિનિધિઓની કબડ્ડીની રમતથી
સ્થાનિક પ્રજા જનતા હેરાન પરેશાન થઇ જવા પામી છે
ઉલ્લેખનીય છે કે, ખરેડા ગ્રામ પંચાયતના અલગ સરપંચ છે, જ્યારે હાલમાં લાખગામમાં સરપંચનો કાર્યકાળ પૂર્ણ થયો હોવાના કારણોસર વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. સદર ગામના સરપંચોને તેમના સરપંચ કાળ દરમિયાન પોતાને મળેલી પેસા કાયદા મુજબની સત્તા ઓનુ જો અમલીકરણ કર્યા હોઈ તો ત્યાંના સ્થાનિક સરપંચોને ચૂંટવા માટે મતદારોના કિમતી મતો આપી સ્થાનિક સરપંચોને ચુંટીને લાવ્યા ની કિંમત આપી શકાય. પરંતુ સરપંચોને ચૂંટીને લાવ્યા સત્તા તેમની સત્તાઓનું ભાન રહેતું નથી તેથી વિકાસના કામમાં રૂકાવટ રહી શકે છે. તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના ભાગ -૨ તાલુકા પંચાયતને લગતી જોગવાઈઓ:(ક) કામકાજનુ સંચાલન. તેની કલામ 140 મુજબ જે વર્ષનાં અંદાજપત્રમાં જેના માટે જોગવાઈ કરવામાં ન આવી હોઈ. તેવા કામો સામે તેવી રકમ તાકીદના પ્રસંગ સિવાય ખરચવી નહીં. તેવી બાબતો ગુજરાત પંચાયત ધારા મુજબ પણ હોય તથા તેના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેના કામકાજો દરમિયાન જન પ્રતિનિધિઓ પોતે કબડી અને ખોખો જેવી રાજ રમત રમી રહ્યા છે. જો તેમને ગુજરાત પંચાયત ધારા એક્ટની બાબતોનું જો ખ્યાલ હોઈ શકે તો ચૂંટાયેલ સરપંચ જિલ્લા પંચાયતના સભ્યો/તાલુકા પંચાયતના સભ્યો પલમાં આવા જર્જરિત રસ્તાઓ પણ તાકીદે રીપેરીંગ કરાવી શકે છે. એમને મળેલી સત્તાઓનું પૂરેપૂરું ભાન હોવું જરૂરી છે. જેના પરિણામે સ્થાનિકામ આમ જનતાએ પોતાના અનેક પ્રકારના સરકારી લેણા ભરવા છતાં તે સામે પોતાને મળતી સુખ સુવિધાની સવલતો મળવા પામતી નથી. તેમજ જે તે મત વિસ્તારના ધારાસભ્ય ને પોતાના મતવિસ્તારમાં રોડ રસ્તા નાળા અને પાણી તેમજ વીજળી અને વિકાસની સુવિધાઓ કરવા મત વિસ્તારની સુવિધા વિકસાવા સરકારની જોગવાઈ મુજબ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી પણ અમલીકરણ યોજનામાં ભાગ ભજવતા હોય છે. પરંતુ તેઓ પણ આ કબ્બડી ખોખોની રમતમાં હાર્ જીતની સમીક્ષા કરવા માટે હોઈ શકે છે. જેના પરિણામે સ્થાનિક લોકોએ કફોડી પરિસ્થિતિ ભોગવી પડે છે. જે પરિસ્થિતિ ને લઈ વિચાર વિમર્સ કરી પંચાયતમાં સારા પદાધિકારીઓની નિમણૂક કરવા હમણાંથી જ વિચાર વિમર્શ કરવાની તૈયારીઓ કરી દેવી જરૂરી છે. તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. અને આવનાર ઇલેક્શન પહેલા વિકાસશીલ સરકાર આવા ઊંડાણના વિસ્તારના રસ્તાઓને તાકીદે જર્જરિત કરે કરાવે તેવી પ્રજાના મુખે માંગ ઉઠવા પામી છે.
More Stories
જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ.૧.૭૦,૪૭૫/- ની કિંમતના કુલ ૧૧ ખોવાયેલ મોબાઇલ ફોન શોધીને ડી,વાય એસ,પી હિતેશ ધાંધલીયાના હસ્તે મુળ માલીકને પરત આપ્યા
* નેત્રંગ પો.સ્ટેશનમાં શાંતિસિમિતિની બેઠક યોજાય
રાજય કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં શણકોઈ શાળાની વિધાથીએ સિલ્વર મેડલ મેળવ્યો. ૧૨ વિધાથીનીઓ ભાગ લીધો