યુવક સિમેન્ટ ના પતરા ઉપર કામ કરતા નીચે પડી જતા મોત નીપજ્યું..
પ્રતિનિધિ / સતીશ વસાવા,, ઝગડીયા 29-07-23
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી પ્લોટ નંબર 38/38 માં આવેલ ભગત એન્ટરપ્રાઇઝ
નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો નામ અનિલભાઈ વિજયભાઈ વસાવા ઉ.26 રહે.ગામ
દોડવાડા, તા.ઝઘડિયા ગત તા.26 મીના રોજ શેડ ઉપરનું પતરુ તુટી જતા નીચે પટકાયો હતો. નીચે પડ્યા બાદ બેભાન થઇ જતા તેને ઝઘડિયા સરકારી દવાખાને સારવાર
માટે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો. ઘટના સંદર્ભે મુકેશભાઇ રામુભાઇ વસાવા રહે.ગામ દોડવાડા તા.ઝઘડિયાએ
ઝઘડિયા જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા GIDC ના ઉદ્યોગો માં રોજબરોજ અનેક દુર્ઘટનાઓ બને છે જેમાં કામદારો ને જાનહાનિ થતી રહે છે ઉદ્યોગો માં કામ કરવા આવતા કામદારો ને સેફટી વિના કામ કરાવવામાં આવે છે સેફટી ના સાધનો વિના કામ કરાવતા ઉદ્યોગો ની બેદરકારી ના કારણે અનેક પરપ્રાંતિય તેમજ સ્થાનિક કામદારો ના મોત નીપજ્યા છે જેથી વધતા જતા આવા બનાવોથી જનતામાં
ચિંતા ફેલાવા પામી છે ત્યારે 26 વર્ષીય યુવક ને કંપની દ્વારા સેફટી માટે સાધનો આપ્યા હતા કે કેમ તે એક તપાસ નો વિષય છે ત્તયારે ઝગડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં ભુતકાળ સહિત નજીકમાં વિતેલા
સમય દરમિયાન પણ ઘણી જીવલેણ ઘટનાઓમાં કામદારોની જીંદગીઓ હોમાઇ ગઇ છે. થોડા સમય બાદ
આવી ઘટનાઓ ભુલાઇ જતી હોય છે અને ભીનું શકેલવાઈ લેવાતું હોઈ છે અને ફરી પાછું બધું રાબેતા મુજબ થઇ જતું હોય છે જેથી કરી સેફટી વિભાગ આ બાબતે આવા ઉદ્યોગો ઉપર તવાઈ કરે તે જરૂરી બની ગયું છે..
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો