October 18, 2024

જૂનાગઢ ના વિસાવદર તાલુકાના કાલસારી ગામ ની કાલસારી સરદાર પટેલ વિદ્યામંદિર હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓને તંદુરસ્તી રોગપ્રતિકારક શક્તિવધે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

Share to


જૂનાગઢના વિસાવદર તાલુકા ની કાલસારી ગામ ની કાલસારી કેળવણી મંડળ સંચાલિત શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર હાઇસ્કૂલ માં આજે રોજ રબારિકા સરકારી આયુર્વેદિક દવાખાના ડો. પી.બી. બાલોચ સાહેબ ના અંગત માર્ગદર્શન અને સૂચના મુજબ , સમભાવ મિત્ર મંડળ ના ઈશ્વરદાસભાઈ ગોંડલિયા, હંસરાજભાઇ રામાણી, ઇલ્યાસભાઈ ભારમલ, ભરતભાઈ હીરપરા ના સહયોગ થી બાળકો માં રોગપ્રતિકારક શક્તિવધે અને અત્યારે સોમાસા દરમ્યાન બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આયુર્વેદિક ઉકાળો બનાવી ને બાળકો અને ગામ જનો ને પાયો હતો .. આ પ્રસંગે સરદાર પટેલ હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એલ.એલ. સાવલિયા, વી.એમ ઝાલા, ડી.જે. પડસાલા , એમ.જે.ટાંક, ડી.કે. ડોડીયા, એન.આર.કોરાટ, એમ. વી. ડાંગર, વી.એ. ગોંધિય. ના સફળ આયોજન થી કાર્યક્રમ સફળ રહ્યો હતો…. આ તકે નિવૃત્ત શિક્ષક એસ.જે.ગુંદરણીયા, ચી.વી. વાઘેલા, રમેશભાઇ માંરોલિયા અને પ્રમુખ , ઉપપ્રમુખ, ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટ સહયોગી મંડળે હાજરી આપી ને શિક્ષકો ના આ આયોજન ને બિરદાવ્યા હતો આ ઉપરાંત કાલસારીના મોભી અને સમાજ શ્રેષ્ઠી સુરતથી શ્રીજગદીશ ભાઈ હપાણી સાથે વીડિયો લોક થી વાત કરતા તેવો એ… હર્ષો ઉલ્લાસ સાથે શિક્ષકો અને વાલી મંડળ ને બિરદાવી ને સ્કૂલના ભવિષ્ય માટે યોગ્ય શુસનો આપ્યા હતા…

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed