માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ ની વિદ્યાર્થીની મહિલા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી કોલેજ તેમજ પોતાનું નામ રોશન કરી સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિકોલ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય બોક્સિંગ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય બોક્સિંગ ચેમ્પિયનશીપ મહિલા સિનિયર યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ માંથી મોટી સંખ્યામાં બોક્સરોએ ભાગ લીધો હતો. જેમા વાંકલ ની અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આકાંક્ષા જયેશભાઈ ચૌધરી એ 46 થી 48 વેઇટ ગ્રુપમાં બે મેચ જીતી ફાઇનલમાં પ્રવેશી હતી અને ફાઇનલ રાઉન્ડમાં રનર્સ અપ બની સિલ્વર મેડલ તથા સર્ટીફીકેટ પ્રાપ્ત કરી વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે, તેમની આ ઉત્કૃષ્ઠ સિદ્ધિ બદલ વિદ્યાર્થીનીને તથા તેમના કોચ પ્રા.વિજયભાઈ દવે ને કોલેજ આચાર્ય ડો.દીપકભાઈ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.
*રિપોર્ટર: સર્જન વસાવા, ઉમરપાડા*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો