*ઉકાઈ વિસ્થાપિત નવી વસાહત વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુકો નું ધારાસભ્યશ્રી દ્વારા કરાયું વિતરણ;*
સુરત જિલ્લાના ઉંમરપાડા તાલુકામાં ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે રૂા.૫.૯૮ કરોડ ના વિકાસ કામોનું લોકાર્પણ તથા ઉકાઈ વિસ્થાપિત નવી વસાહત વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું.
ઉમરપાડા તાલુકાના ચકરા ગામે વડપાડા થી ચકરા રોડના કામનું લોકાર્પણ રૂા.૩૫૦ લાખ, જોડાણ થી ખોપી રોડ (રીસર્ફેસીંગ) રૂા.૪૫ લાખ, મોટી દેવરૂપણ એપ્રોચ રોડ રૂા.૧૩.૦૦ લાખ, ચકરા મોટી દૈવરૂપણ રોડ રૂા.૯ લાખ તથા રૂઢીગવાણ થી સ્મશાન તરફ જતા રસ્તાનું કામ રૂા.૬૦ લાખ મળી કુલ પાંચ રસ્તાના રૂ.૫.૯૮ કરોડના કામોના લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ઉકાઈ વિસ્થાપિત નવી વસાહત વિસ્તારના આદિવાસી બાળકોને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ માતા-પિતાના સ્મરણાર્થે ચકરા, જોડવાણ,મોટી દેવરૂપણ, ખનોરા,ગુલી ઉમર, કોલવાણ, ડોંગરીપાડા, રૂઢીગવાણ રાજનીવડ ગામ સહિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં ૫૮ બાળકોને કુલ ૨૯૦૦ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના ભાજપ સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો શાંતીલાલભાઈ વસાવા, ભાજપના કાર્યકરો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*રિપોર્ટર: સર્જન વસાવા,ઉમરપાડા*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો