ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.* જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયના હસ્તે* સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે._
જૂનાગઢ રેંજના આઈજીપી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટી* દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો* મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, *પોલીસ પ્રજાનો મીત્ર છે”* તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે._
_Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૩ ના ક્વાર્ટર-૧ તા. ૦૧/૦૧/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત આઠમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો, અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. રાહુલગીરી મેઘનાથીને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્રારા એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા*. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૮ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં આઠેય વખત જૂનાગઢ નેત્રમ શાખાને ગુજરાતમાં પ્રથમ નંબર એનાયત કરેલ છે, તેમજ ૨ વખત ઇ -ચલણની કામગીરીમાં તેમજ ૨ વખત ઇ – કોપ એવોર્ડ એનાયત કરેલ છે, અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રીલ – ૨૦૨૩ અને જુલાઇ – ૨૦૨૩ માં પણ ડી.જી.પી. શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્ત ૨.૫ વર્ષના અંતરે ૧૨ – ૧૨ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.*_
_જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૦૧/૨૦૨૩ થી માહે ૦૩/૨૦૨૩ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના આઈજીપી શ્રી મયંકસિંહ ચાવડા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટી તથા કેશોદ ડી.વાય.એસ.પી. બી.સી.ઠક્કર, જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી, જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.ડી.ધાંધલીયા, માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર તથા ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે….*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના