ધારાસભ્ય ચૈત્રર વસાવા એ ફર્ટિલાઇઝર દુકાન પર જઈ અધિકારીઓને આડે હાથે લીધા;

Share to

*દેડિયાપાડા માં યુરિયા ખાતરની તીવ્ર અછત ને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી*

*ખાતરનો વધુ જથ્થો મંગાવવા અને ખેડૂતો ખાલી હાથે નહીં જાય તેવા સૂચનો કર્યા;*

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં હાલમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. જેને લઈને આકાશી ખેતી કરતા ખેડૂતોએ ડાંગર, કપાસ, સોયાબીન,મકાઇ, તુવેર જેવા પાક વાવણી કરી દીધી છે. ત્યારે કમ નસીબે આખા દેડીયાપાડા તાલુકામાં યુરિયા ખાતરની માંગ સામે તેની અછત હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. સમયસર પાકમાં યુરિયા ખાતર ન નંખાતાં હવે બિયારણમાં ભારે અસર થતાં પીળું પડી રહ્યું છે. જેને લઈને છોડનો વિકાસ ન થતાં ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં ખાતરની ભારે અછત સામે દેડિયાપાડા તાલુકામાં ફર્ટીલાઈઝર દુકાનો ઉપર લાંબી કતારો જોવા મળે છે. ખાસ કરીને તાલુકામાં છેક ૪૦ થી ૫૦ કિ.મી. દૂર ગામડાંમાં ખેડૂતો સવારે જ ખાતર લેવા માટે દેડીયાપાડા તાલુકા મથકે આવતા હોય છે. જો કે, કમનસીબે યુરિયા ખાતર નથીની વાત સાંભળીને ખેડૂતો મજબૂર બની જાય છે. ત્યારે આજ રોજ તા.૧૮,૦૭,૨૦૨૩ નાં રોજ દેડીયાપાડા તાલુકાના ગામડાઓ માંથી ખાતર લેવા માટે આવતા ખેડૂતોને ખાતર સમયસર ન મળતા દેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈત્રર વસાવા એ ફર્ટિલાઇઝર દુકાન પર જઈ ખાતર સપ્લાયના આવક જાવક રજીસ્ટર તપાસી અધિકારીઓને ખાતરનો વધુ જથ્થો મંગાવવા અને ખેડૂતો ખાલી હાથે નહીં જાય તેવા સૂચનો કર્યા હતા. તેમજ નોટિસ બોર્ડ મૂકવા અને સાથે નોટિસ બોર્ડ પર કેટલો સ્ટોક છે, અને બીજા દિવસે કેટલો સ્ટોક આવવાનો છે જેની સંપૂર્ણ માહિતી પણ મૂકવા સૂચનો આપ્યા હતાં. તેમજ અધિકારીઓને બારેબાર સંકલન કરી ગાડીઓ સગેવગે કરવાના ધંધાઓ બંધ કરવા કહ્યું હતું.અને ખાતરની 3 થી 4 ગાડીઓ ભેગી મંગાવવા સૂચનો કર્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to