October 4, 2024

પ્રાથમિક શાળા મૌઝા ખાતે G20 થીમ આધારિત કલા ઉત્સવનું આયોજન કરાયું

Share to



નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં G20 થીમ આધારિત કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૭-૦૭-૨૦૨૩ને સોમવારના રોજ નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં G20 થીમ આધારિત કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, સંગીત, ગાયન સ્પર્ધા, બાળ કવિ, કાવ્ય રચના અને સંગીત વાદન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮નાં કુલ-૧૪૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ આખા કાર્યક્રમને શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને જય જલારામ બી.એડ. કોલેજ થવાના તાલીમાર્થીઓએ સફળ બનાવ્યો હતો.

*DNS NEWS *


Share to

You may have missed