DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો

Share to



જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  શહેર કોંગ્રેસ કાર્યાલયએ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરિયાત મંદ લોકો તેમજ ગરીબ દર્દીઓ માટે આંખના રોગનું ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો.ગરીબ  દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવા માટે તમામ દર્દીઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા વિના મૂલ્યે તપાસ કરી આંખને લગતી તમામ દવાઓ ફ્રી માં આપવામાં આવી હતી….
આ કેમ્પ માં ૫૦ થી વધારે દર્દી ઓ એ લાભ લીધો હતો તેમાથી ૧૭ દર્દી ને રાજકોટ ખાતે ઓપરેશન કરવા માટે લઇ જવામા આવ્યા હતા આ કેમ્પ દર મહીનાની ૧૮ તારીખે શહેર કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસ ભવન, ગાંધી ચોક, જુનાગઢ ખાતે રાખવામા આવે છે. તો કેમ્પ નો લાભ લેવા મોતીયાના દઁદી આંખ ને લગતા રોગો ના દર્દી ઓ ને લાભ લેવા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમીતભાઈ પટેલે જણાવ્યું હતું. કેમ્પ માં નામ નોધાવવા માટે કાર્યાલય મંત્રી ગુરુમુખદાસ વસવાની ને મો.૯૪૨૬૯૯૫૦૫૧ નામ નોધાવી આપવું.એકદમ ફ્રીમાં સારવાર મળશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed