સ્થાનિકો સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું, રસ્તો બંધ કરી દેવાયો
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેના રસ્તા ધોવાયા. છે. અને માર્ગ પર ઠેર ઠેર ખાડા નું સર્જન થયું છે અને રસ્તાની હાલત બિસમાર બનતાં વાહનચાલો માટે માથાનો દુખાવો સહીત ત્રાહિમામ પોકારી ઉઠીયા છે .
ત્યારે માંડવીના બૌધાન-ઘલા જતા માર્ગ પર વાવ્યા ખાડીના ગરનાળા નજીકનો રસ્તો ધોવાયો હતો.આ ઘટના માં જાન હાની કે અણ બનાવ ન બને જે સુરક્ષાને ધ્યાને લઈ બોઘાન ગામનાં સરપંચ મીનાબેન બી રાઠોડ અને ડેપ્યુટી સરપંચ સાજીદ પીરભાઈ તથા પોરાઈ રાઠવા સહિત ગામના આગેવાનોએ ઘટના સ્થળે પોહચી રસ્તો બંધ કરવાની કામગિરી કરી હતી જેને કારણે ઘલા, વિરપોર, કરજણ, બારડોલી પસાર થતા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. જો કે, આ બનાવમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ફરક્યા ન હતા.
ટિપોર્ટર…. નિકુંજ ચૌધરી માંડવી સુરત
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.