September 10, 2024

વાલીયાના કોંઢ ગામે રોયલ વીલેજ બંગ્લોઝમાં એક વર્ષ પેહલા થયેલી લાખોની ચોરીનો આરોપી અંકલેશ્વરથી પકડાયો

Share to



ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે અંકલેશ્વરના નવા કાસીયા ગામે દરોડો પાડ્યો હતો. ટેકરી ફળિયા ખાતેથી ઉમેશ બગડીયાને ઝડપી લેવાયો હતો. આરોપીએ ગત 6 ઓગસ્ટ 2022 માં વાલિયાના કોંઢ ગામે ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.દિવસે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરે રોયલ વિલેજ બંગલોઝમાં ચોરી કરી સોના ચાંદીના દાગીના અંદાડાના શ્રી કિરણમાતા જવેલર્સના દિનેશ સોનીને વેચી દીધા હતા. જે સોનીની ધરપકડના ચક્રો ગતિમાન કરી મુદ્દામાલ રિકવર કરવા કવાયત હાથ ધરાઈ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed